7 વર્ષમાં સોનાના ભાવે તોડ્યાં છેલ્લા તમામ રેકોર્ડ, જાણો કેટલી છે સોનાની કિંમત
ઈરાન (Iran) દ્વારા ઈરાકમાં અમેરિકી (USA) સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા (Air Strike) ના અહેવાલો આવતા જ દેશમાં સોના (Gold Rate) ના ભાવ ફરીથી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે.
નવી દિલ્હી: ઈરાન (Iran) દ્વારા ઈરાકમાં અમેરિકી (USA) સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા (Air Strike) ના અહેવાલો આવતા જ દેશમાં સોના (Gold Rate) ના ભાવ ફરીથી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. બુધવારે સોનામાં અચાનક 2 ટકાનો વધારો થયો. જે પ્રકારે આંતરરાષ્ટ્રીય બજારોમાં 1600 ડોલર પ્રતિ ઔંસ(ounce) પહોંચી ગયો. આ જ પ્રકારે સોનાના ભાવ 41222 ના સ્તરે પહોંચી ગયાં. મળતી જાણકારી મુજબ સોનાના આ ભાવ છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ છે.
અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા બાદ ક્રુડ ઓઈલના ભાવમાં 'ભડકો'
અત્રે જણાવવાનું કે ઈરાને ઈરાકમાં આવેલા અમેરિકાના અલ અસદ અને ઈરબિલના એરબેસ પર ડઝન જેટલી મિસાઈલો ઝીંકી દેતા ખાડી દેશોમાં તણાવ પેદા થયો છે. રોકાણકારો શેરબજારમાંથી પૈસા ખેંચી રહ્યાં છે અને તેને સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકી રહ્યાં છે. હકીકતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ જેવા હાલાત પેદા થયા છેતો સોનાના ભાવમાં હજુ વધુ તેજી આવશે. વિશેષજ્ઞો અગાઉ ગોલ્ડના ભાવમાં 2000 ડોલર પ્રતિ ઔંસ (ounce) પહોંચવાની સંભાવના વ્યક્ત કરી ચૂક્યા છે.
અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝના જણાવ્યાં મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 0.8 ટકા તેજી જોવા મળી. આ તેજી બાદ સોનું 1,585.80 પ્રતિ ઔંસ પહોંચી ગયું. જે માર્ચ 2013 બાદ સૌથી વધુ છે. આ બાજુ યુએસ ગોલ્ડ ફ્યુચર(US gold futures) એક ટકા વધારા સાથે 1,589.30 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube